Get App

Molbio Diagnostics IPO: ગોવાની પહેલી યુનિકોર્ન કંપનીમાં રોકાણ કરવાની શાનદાર તક, જાણો લેટેસ્ટ GMP અને એક્સપર્ટ્સની સલાહ

Molbio Diagnostics IPO: ગોવાની પ્રથમ યુનિકોર્ન કંપની મોલ્બિયો ડાયગ્નોસ્ટિક્સનો 931 કરોડનો IPO સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. જાણો તેનું લેટેસ્ટ GMP, પ્રાઇસ બેન્ડ અને બ્રોકરેજ ફર્મ્સ આ મુદ્દે શું કહે છે?

MoneyControl Newsઅપડેટેડ Aug 10, 2026 પર 10:08 AM
Molbio Diagnostics IPO: ગોવાની પહેલી યુનિકોર્ન કંપનીમાં રોકાણ કરવાની શાનદાર તક, જાણો લેટેસ્ટ GMP અને એક્સપર્ટ્સની સલાહMolbio Diagnostics IPO: ગોવાની પહેલી યુનિકોર્ન કંપનીમાં રોકાણ કરવાની શાનદાર તક, જાણો લેટેસ્ટ GMP અને એક્સપર્ટ્સની સલાહ
Molbio Diagnostics IPO: ગોવાની પ્રથમ યુનિકોર્ન કંપની મોલ્બિયો ડાયગ્નોસ્ટિક્સનો 931 કરોડનો IPO સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે.

Molbio Diagnostics IPO: જો તમે શેર બજારમાં સારા IPOની રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે એક મોટા સમાચાર છે. ગોવાની સૌથી પહેલી યુનિકોર્ન કંપની અને જેમાં ટેમાસેક તેમજ મોતીલાલ ઓસ્વાલ ગ્રુપ જેવી મોટી સંસ્થાઓનું રોકાણ છે, તેવી 'મોલ્બિયો ડાયગ્નોસ્ટિક્સ'નો IPO રોકાણકારો માટે ખુલી ગયો છે. આ IPOમાં પૈસા લગાવવા કે નહીં તે નક્કી કરતા પહેલા, ચાલો જાણીએ કંપનીની આર્થિક સ્થિતિ, ગ્રે માર્કેટ પ્રીમિયમ અને માર્કેટ એક્સપર્ટ્સનો અભિપ્રાય.

IPOની મહત્વની તારીખો અને પ્રાઇસ બેન્ડ

મોલ્બિયો ડાયગ્નોસ્ટિક્સનો આશરે 930.7 કરોડનો IPO રોકાણકારો માટે ખુલ્યો છે અને તેમાં 12 તારીખ સુધી સબસ્ક્રાઇબ કરી શકાશે.

પ્રાઇસ બેન્ડ: કંપનીએ આ ઇશ્યૂ માટે 768થી 807નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે.

લોટ સાઇઝ: રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 18 શેર્સના એક લોટ માટે અરજી કરવાની રહેશે.

કર્મચારીઓ માટે છૂટ: કંપનીના પોતાના કર્મચારીઓને દરેક શેર પર 76 નું શાનદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

રિઝર્વેશન: આ IPOમાં 50% હિસ્સો QIB માટે, 15% NII માટે અને 35% હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો