શું તમે IPOમાં નાણાં રોકવાની યોજના બનાવી રહ્યો છો? તો આવનારો સમય તમારા માટે બેસ્ચ છે. પ્રાઇમરી માર્કેટમાં IPOનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. બે ડઝનથી વધુ કંપનીઓ આગામી બે મહિનામાં IPO લાવવાની આશા રાખી રહી છે. આ કંપનીઓનો ટાર્ગેટ 30,000 કરોડ રૂપિયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકાર પાસેથી સતત ત્રીજી વખત રોકાણકારોની અપેક્ષાઓ ફરી વધી છે. નવી સરકાર વિશે એવું માનવામાં આવે છે કે સ્થિર શાસન અને નીતિઓના સંદર્ભમાં આવનારો સમય વધુ સારો રહેશે.