ડિપોઝિટરી કંપની NSDL એટલે કે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ આવતા મહિના સુધીમાં બજારમાં તેનો IPO લોન્ચ કરશે. માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યૂશન (MII) તરીકે, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)ને 3,000 કરોડ રૂપિયાના બહુપ્રતિક્ષિત પ્રારંભિક જાહેર ઓફર (IPO) માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ઉપરાંત અન્ય મંજૂરીઓની જરૂર છે, એમ એક ટોચના અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું. આ મંજૂરીની અંતિમ તારીખ નજીક છે.