Om Power Transmission IPO Listing: શેરબજારમાં આજે ફરી એકવાર નવા લિસ્ટિંગનો ધમધમાટ જોવા મળ્યો છે. પાવર ટ્રાન્સમિશન સેક્ટરની કંપની Om Power Transmissionના શેરનું 17 એપ્રિલના રોજ શેરબજારમાં શાનદાર લિસ્ટિંગ થયું છે. રોકાણકારો માટે ખુશીના સમાચાર એ છે કે લિસ્ટિંગ થયાની સાથે જ આ શેરમાં તેજી જોવા મળી હતી અને જોતજોતામાં અપર સર્કિટ હિટ થઈ ગઈ હતી.

