Get App

UHM Vacation IPO Listing: લિસ્ટિંગ થતા જ રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા, એક જ લોટમાં 31,840 નો મોટો કડાકો!

UHM Vacation IPO Listing: UHM Vacation IPOનું BSE SME પર 20% ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ. શેર 166થી ઘટીને 126.20ની લોઅર સર્કિટ પર પહોંચ્યો. રોકાણકારોને પ્રતિ લોટ 31,840નું મોટું નુકસાન.

MoneyControl Newsઅપડેટેડ Jun 11, 2026 પર 10:32 AM
UHM Vacation IPO Listing: લિસ્ટિંગ થતા જ રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા, એક જ લોટમાં 31,840 નો મોટો કડાકો!UHM Vacation IPO Listing: લિસ્ટિંગ થતા જ રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા, એક જ લોટમાં 31,840 નો મોટો કડાકો!
UHM Vacation IPO Listing: શેરબજારમાં રોકાણકારો હંમેશા લિસ્ટિંગ ગેઇન (Listing Gain)ની આશા સાથે IPOમાં પૈસા લગાવતા હોય છે.

UHM Vacation IPO Listing: શેરબજારમાં રોકાણકારો હંમેશા લિસ્ટિંગ ગેઇન (Listing Gain)ની આશા સાથે IPOમાં પૈસા લગાવતા હોય છે. પરંતુ ક્યારેક માર્કેટની સ્થિતિ રોકાણકારોની ગણતરી ઊંધી પાડી દે છે. આવું જ કંઈક B2B ટ્રાવેલ સર્વિસ આપતી કંપની UHM Vacation ના રોકાણકારો સાથે થયું છે.

આજે BSE SME પ્લેટફોર્મ પર આ કંપનીના શેરની ખૂબ જ નિરાશાજનક એન્ટ્રી થઈ છે. લિસ્ટિંગ થતાની સાથે જ રોકાણકારોની મૂડીમાં મોટું ગાબડું પડ્યું છે અને શેર લોઅર સર્કિટ પર જઈને અટક્યો છે. ચાલો જાણીએ આ IPO અને કંપનીની સંપૂર્ણ ડિટેલ.

શેર લિસ્ટ થતા જ લાગી લોઅર સર્કિટ

UHM Vacation ના IPO માં કંપનીએ શેરની ઇશ્યૂ પ્રાઇસ 166 નક્કી કરી હતી. પરંતુ આજે BSE SME પર આ શેર સીધો 132.80 ના ભાવે લિસ્ટ થયો. આનો અર્થ એ થયો કે રોકાણકારોને કોઈ લિસ્ટિંગ ગેઇન તો ન મળ્યો, ઉલટાનું લિસ્ટિંગ પર જ તેમની 20% મૂડી સાફ થઈ ગઈ.

રોકાણકારો માટે ખરાબ સમાચાર અહીં જ પૂરા નહોતા થયા. લિસ્ટિંગ બાદ શેરમાં વધુ ઘટાડો જોવા મળ્યો અને તે 126.20 ની લોઅર સર્કિટ (Lower Circuit) પર આવી ગયો.

એક લોટ પર 31,840નું નુકસાન

આ IPOમાં એક લોટની સાઇઝ 800 શેરની હતી. જો ગણતરી કરીએ તો ઇશ્યૂ પ્રાઇસ (166) થી લઈને હાલના ભાવ (126.20) વચ્ચે 23.98%નો મોટો ઘટાડો થયો છે. આ હિસાબે જે રોકાણકારને IPO લાગ્યો હતો, તેમને સીધેસીધું 31,840નું જંગી નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો