Get App

અમદાવાદમાં આજથી રિક્ષા-ટેક્સી ચાલકોની 4 દિવસની મોટી હડતાળ, 2 લાખ વાહનોના પૈડાં થંભશે, જાણો મુસાફરો પર શું થશે અસર

Ahmedabad auto taxi strike: અમદાવાદમાં આજથી 10 સપ્ટેમ્બર સુધી 2 લાખ રિક્ષા અને ટેક્સીના પૈડાં થંભી જશે. ઓનલાઈન કેબ કંપનીઓના ઓછા ભાડાના વિરોધમાં ચાલકોની 4 દિવસની હડતાળ. જાણો સંપૂર્ણ વિગત.

MoneyControl Newsઅપડેટેડ Sep 07, 2026 પર 10:39 AM
અમદાવાદમાં આજથી રિક્ષા-ટેક્સી ચાલકોની 4 દિવસની મોટી હડતાળ, 2 લાખ વાહનોના પૈડાં થંભશે, જાણો મુસાફરો પર શું થશે અસરઅમદાવાદમાં આજથી રિક્ષા-ટેક્સી ચાલકોની 4 દિવસની મોટી હડતાળ, 2 લાખ વાહનોના પૈડાં થંભશે, જાણો મુસાફરો પર શું થશે અસર
આજથી લઈને 10 સપ્ટેમ્બર સુધી અમદાવાદ, ગાંધીનગર અને સાણંદ વિસ્તારમાં અંદાજે 2 લાખ જેટલી રિક્ષા અને ટેક્સીઓ રસ્તા પર જોવા નહીં મળે.

Ahmedabad auto taxi strike: જો તમે અમદાવાદ કે તેની આસપાસના વિસ્તારોમાં રહો છો અને મુસાફરી માટે ઓટો રિક્ષા અથવા ટેક્સીનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. આજથી શહેરમાં રિક્ષા અને ટેક્સી ચાલકોએ મોટી હડતાળ શરૂ કરી છે. સતત 4 દિવસ સુધી ચાલનારી આ હડતાળના કારણે સામાન્ય નાગરિકોને મુસાફરીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.

2 લાખ રિક્ષા અને ટેક્સીના પૈડાં થંભી જશે

પ્રાપ્ત માહિતી અનુસાર, આજથી લઈને 10 સપ્ટેમ્બર સુધી અમદાવાદ, ગાંધીનગર અને સાણંદ વિસ્તારમાં અંદાજે 2 લાખ જેટલી રિક્ષા અને ટેક્સીઓ રસ્તા પર જોવા નહીં મળે. જોકે, વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે એક મોટા રાહતના સમાચાર એ છે કે, યુનિયન દ્વારા સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાન સેવાઓને આ હડતાળમાંથી બાકાત રાખવામાં આવી છે. એટલે કે, બાળકોના વાહન રાબેતા મુજબ ચાલુ રહેશે.

ચાલકો કેમ કરી રહ્યા છે હડતાળ?

રિક્ષા અને ટેક્સી ચાલકોની આ નારાજગી મુખ્યત્વે ઓલા (Ola), ઉબર (Uber), રેપિડો (Rapido) અને ભારત ટેક્સી જેવી ઓનલાઈન બુકિંગ એપ્લિકેશન્સ સામે છે. યુનિયને નીચે મુજબની ગંભીર સમસ્યાઓ રજૂ કરી છે:

ઓછું વળતર: ઓનલાઈન કંપનીઓ બજારમાં ગ્રાહકોને આકર્ષવા માટે ગળાકાપ હરીફાઈ કરી રહી છે, જેના કારણે ચાલકોને ખૂબ જ ઓછું ભાડું આપવામાં આવે છે.

મોંઘવારીનો માર: એક તરફ CNG ગેસના ભાવ સતત આસમાને પહોંચી રહ્યા છે, જ્યારે બીજી તરફ કંપનીઓ ડ્રાઇવરોને કિલોમીટર દીઠ માત્ર 8 થી 10 રૂપિયા જ ચૂકવે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો