Get App

ગર્વની ક્ષણ: અમદાવાદમાં બનેલો તપસ-1 થર્મલ કેમેરા ફાલ્કન 9 રોકેટ દ્વારા સ્પેસમાં લોન્ચ થશે, જાણો તેની ખાસિયતો

Tapas-1 thermal camera: ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ! અમદાવાદની સ્ટાર્ટઅપ કંપનીએ બનાવેલ 3 કિલોનો 'તપસ-1' થર્મલ કેમેરા અમેરિકાના ફાલ્કન 9 રોકેટ દ્વારા સ્પેસમાં લોન્ચ થશે. જાણો સંપૂર્ણ વિગતો.

MoneyControl Newsઅપડેટેડ Oct 01, 2026 પર 11:04 AM
ગર્વની ક્ષણ: અમદાવાદમાં બનેલો તપસ-1 થર્મલ કેમેરા ફાલ્કન 9 રોકેટ દ્વારા સ્પેસમાં લોન્ચ થશે, જાણો તેની ખાસિયતોગર્વની ક્ષણ: અમદાવાદમાં બનેલો તપસ-1 થર્મલ કેમેરા ફાલ્કન 9 રોકેટ દ્વારા સ્પેસમાં લોન્ચ થશે, જાણો તેની ખાસિયતો
આ અદ્યતન કેમેરાનું વજન માત્ર 3 કિલો છે. તેને માત્ર 12 મહિનાના ટૂંકા ગાળામાં સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવ્યો છે.

Tapas-1 thermal camera: સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં ગુજરાત એક નવો અને સુવર્ણ ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. અમદાવાદની એક સ્થાનિક સ્ટાર્ટઅપ કંપનીએ પોતાની મહેનત અને ટેલેન્ટથી 'તપસ-1' (Tapas-1) નામનો એક અત્યાધુનિક થર્મલ ઈન્ફ્રારેડ અર્થ ઓબ્ઝર્વેશન પેલોડ કેમેરા તૈયાર કર્યો છે. આ કેમેરા 1 ઓક્ટોબરના રોજ અમેરિકાથી ફાલ્કન 9 રોકેટ મારફતે અંતરિક્ષમાં લોન્ચ કરવામાં આવશે. આ લોન્ચિંગ સાથે જ ગુજરાતનું નામ ગ્લોબલ સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં ચમકશે.

તપસ-1 કેમેરાની મુખ્ય ખાસિયતો

વજન અને સમય: આ અદ્યતન કેમેરાનું વજન માત્ર 3 કિલો છે. તેને માત્ર 12 મહિનાના ટૂંકા ગાળામાં સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવ્યો છે.

ક્યાં ગોઠવાશે? લોન્ચિંગ બાદ આ કેમેરાને પૃથ્વીની સપાટીથી આશરે 500 કિલોમીટરની ઊંચાઈ પર ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.

કેટલો સમય કામ કરશે? આ કેમેરા સ્પેસમાં આશરે 3 વર્ષ સુધી કાર્યરત રહેશે અને પૃથ્વી પર સતત ડેટા મોકલતો રહેશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો