Get App

UNમાં વિવાદ વચ્ચે પાકિસ્તાન પહોંચ્યું ભારતનું પ્રતિનિધિમંડળ, અધિકારીએ કહ્યું - ‘મારે લાહોર જોવું છે’

SCO meeting Islamabad: UNGAમાં તીખા શાબ્દિક યુદ્ધ બાદ ભારતીય પ્રતિનિધિમંડળ SCO બેઠક માટે પાકિસ્તાન પહોંચ્યું છે. ભારતીય અધિકારી આલોક ડિમરીએ લાહોર જોવાની ઈચ્છા વ્યક્ત કરી. જાણો સંપૂર્ણ અહેવાલ.

MoneyControl Newsઅપડેટેડ Oct 01, 2026 પર 11:28 AM
UNમાં વિવાદ વચ્ચે પાકિસ્તાન પહોંચ્યું ભારતનું પ્રતિનિધિમંડળ, અધિકારીએ કહ્યું - ‘મારે લાહોર જોવું છે’UNમાં વિવાદ વચ્ચે પાકિસ્તાન પહોંચ્યું ભારતનું પ્રતિનિધિમંડળ, અધિકારીએ કહ્યું - ‘મારે લાહોર જોવું છે’
ભારતીય સેનાના ‘ઓપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાનની ધરતી પર પગ મૂકનાર ભારતના વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી આલોક ડિમરીએ પોતાના વર્તનથી સૌનું ધ્યાન ખેંચ્યું છે.

SCO meeting Islamabad: પહલગામ આતંકી હુમલા અને સંયુક્ત રાષ્ટ્ર (UNGA)ના મંચ પર થયેલા તીખા શાબ્દિક યુદ્ધ બાદ, ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં એક નવો વળાંક જોવા મળ્યો છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલી ભારે કડવાશ વચ્ચે, ભારતનું એક સત્તાવાર પ્રતિનિધિમંડળ શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચ્યું છે.

ભારતીય અધિકારીનો અનોખો અંદાજ

ભારતીય સેનાના ‘ઓપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાનની ધરતી પર પગ મૂકનાર ભારતના વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી આલોક ડિમરીએ પોતાના વર્તનથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. પાકિસ્તાનના સરકારી ટીવી સાથે વાત કરતા તેમણે એક ખાસ ઈચ્છા વ્યક્ત કરી હતી. ડિમરીએ ખુલ્લા મને કહ્યું કે તેઓ ઈસ્લામાબાદ ઉપરાંત લાહોર, ફૈસલાબાદ અને સિયાલકોટ જેવા પાકિસ્તાની શહેરોની પણ મુલાકાત લેવા માંગે છે.

તણાવ વચ્ચે રાજદ્વારી મુલાકાત

તાજેતરમાં જ UNGAના મંચ પર ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ વચ્ચે આતંકવાદ અને કાશ્મીર મુદ્દે ભારે તકરાર થઈ હતી. આ તણાવપૂર્ણ માહોલ વચ્ચે 29 સપ્ટેમ્બરથી ઈસ્લામાબાદમાં SCO કાઉન્સિલ ઓફ નેશનલ કોઓર્ડિનેટર્સ (CNC)ની 3 દિવસીય મહત્વની બેઠક શરૂ થઈ છે. આ દરમિયાન આલોક ડિમરીએ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક દાર સાથે ઉમળકાભેર હાથ મિલાવ્યા હતા, જેનો વીડિયો પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જારી કર્યો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો