Afghanistan-India Relations: ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાને ભારતને એક મોટો રોકાણ પ્રસ્તાવ આપ્યો છે, જે જાણીને પાકિસ્તાન ચોક્કસપણે બેચેન થઈ ઊઠશે. અફઘાનિસ્તાનના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી, અલહાજ નૂરુદ્દીન અઝીઝી, ભારતની 6 દિવસની મુલાકાતે છે. તેમણે ભારતીય કંપનીઓને સોનાના ખનન (ગોલ્ડ માઇનિંગ) સહિત વિવિધ નવા ક્ષેત્રોમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે અને આવા રોકાણ પર 5 વર્ષ માટે કર મુક્તિ (Tax Exemption) આપવાની જાહેરાત કરી છે.

