Get App

Ahmedabad: 23 વર્ષ બાદ કોર્પોરેશનનો મોટો નિર્ણય, રસ્તા પરથી જપ્ત લારી-વાહનો છોડાવવા હવે 5000 રૂપિયા સુધીનો ચાર્જ, RMC પ્લાન્ટ માટે કડક આદેશ

Ahmedabad AMC fine hike: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) 23 વર્ષ બાદ જપ્ત કરેલા સામાનનો દંડ 5 ગણો વધાર્યો છે. હવે લારી વાહનો છોડાવવા 5000 રૂ. સુધી ચૂકવવા પડશે, સાથે જ 20 RMC પ્લાન્ટ બંધ કરવા આદેશ અપાયો છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 15, 2026 પર 10:24 AM
Ahmedabad: 23 વર્ષ બાદ કોર્પોરેશનનો મોટો નિર્ણય, રસ્તા પરથી જપ્ત લારી-વાહનો છોડાવવા હવે 5000 રૂપિયા સુધીનો ચાર્જ, RMC પ્લાન્ટ માટે કડક આદેશAhmedabad: 23 વર્ષ બાદ કોર્પોરેશનનો મોટો નિર્ણય, રસ્તા પરથી જપ્ત લારી-વાહનો છોડાવવા હવે 5000 રૂપિયા સુધીનો ચાર્જ, RMC પ્લાન્ટ માટે કડક આદેશ
હવે વહીવટી ચાર્જ અને સ્ટોરેજ ચાર્જ એમ બંનેમાં 4 થી 5 ગણો વધારો ઝીંકવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ હવે લોકોએ પોતાનો સામાન છોડાવવા 2000થી લઈને 5000 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે.

Ahmedabad AMC fine hike: અમદાવાદના માર્ગો પર દિન-પ્રતિદિન વધતી જતી ટ્રાફિક અને દબાણની સમસ્યાને પહોંચી વળવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) લાલ આંખ કરી છે. રસ્તા પર ડગલે ને પગલે જોવા મળતી લારીઓ, પાથરણાં અને આડાઅવળા પાર્ક કરેલા વાહનો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો તમારો સામાન દબાણ ખાતા દ્વારા જપ્ત કરવામાં આવ્યો, તો તેને છોડાવવો હવે સહેલો અને સસ્તો નહીં રહે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીએ એક મોટો નિર્ણય લેતા 23 વર્ષ જૂના દંડના દરોમાં ધરખમ વધારો કર્યો છે.

દંડમાં 4થી 5 ગણો વધારો કરાયો

અગાઉ જપ્ત કરાયેલો સામાન છોડાવવા માટે મામૂલી રકમ ચૂકવવી પડતી હતી, પરંતુ હવે વહીવટી ચાર્જ અને સ્ટોરેજ ચાર્જ એમ બંનેમાં 4 થી 5 ગણો વધારો ઝીંકવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ હવે લોકોએ પોતાનો સામાન છોડાવવા 2000થી લઈને 5000 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે. જેમાં વહીવટી ચાર્જ વધુમાં વધુ 3000 રૂપિયા અને સામાન જેટલા દિવસ ગોડાઉનમાં રહેશે તેના દૈનિક ભાડા પેટે 1500 રૂપિયા સુધીનો સ્ટોરેજ ચાર્જ અલગથી વસૂલવામાં આવશે.

કઈ વસ્તુ માટે હવે કેટલો ચાર્જ ચૂકવવો પડશે?

શેરડીનો સંચો: જૂનો વહીવટી ચાર્જ 450 હતો જે હવે 3000 રૂપિયા કરાયો છે. જ્યારે સ્ટોરેજ ચાર્જ 225 થી વધારીને 1500 રૂપિયા કરાયો છે.

મિકેનિકલ લારી (ચાલુ હાલતમાં): વહીવટી ચાર્જ 900 થી વધારીને 2000 અને સ્ટોરેજ ચાર્જ 450 થી વધારી 1000 રૂપિયા.

બળદગાડી અને ઊંટગાડી: વહીવટી ચાર્જ 450 ની જગ્યાએ 2000 અને સ્ટોરેજ ચાર્જ 225 થી વધારી 1000 રૂપિયા.

બધા સમાચાર

+ વધુુ વાંચો