Get App

Ahmedabad-Vadodara School Bomb Threat: સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ, હજારો વિદ્યાર્થીઓને તાત્કાલિક ઘરે મોકલાયા

Ahmedabad School Bomb Threat: અમદાવાદ અને વડોદરાની નામાંકિત સ્કૂલોને ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વાલીઓમાં ફફડાટ. પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ શરૂ. જાણો કઈ સ્કૂલો છે લિસ્ટમાં.

MoneyControl Newsઅપડેટેડ Feb 16, 2026 પર 10:51 AM
Ahmedabad-Vadodara School Bomb Threat: સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ, હજારો વિદ્યાર્થીઓને તાત્કાલિક ઘરે મોકલાયાAhmedabad-Vadodara School Bomb Threat: સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ, હજારો વિદ્યાર્થીઓને તાત્કાલિક ઘરે મોકલાયા
Ahmedabad School Bomb Threat: અમદાવાદ અને વડોદરાની નામાંકિત સ્કૂલોને ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વાલીઓમાં ફફડાટ.

Ahmedabad School Bomb Threat: ગુજરાતના બે મોટા શહેરો અમદાવાદ અને વડોદરામાં આજે સવારે શિક્ષણ જગતમાં ભારે દોડધામ મચી ગઈ હતી. શહેરની નામાંકિત શાળાઓ અને કોલેજોને ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું. ધમકીભર્યા ઈમેઈલ મળતાની સાથે જ સાવચેતીના ભાગરૂપે હજારો બાળકોને તાત્કાલિક શાળાએથી ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.

વડોદરામાં આ શાળાઓ બની ટાર્ગેટ

વડોદરા શહેરમાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલાં જ અથવા ચાલુ ક્લાસે ધમકીના સમાચાર મળતા શાળા સંચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વડોદરાની ઉર્મિ સ્કૂલ, ડી.આર. અમીન, નાલંદા સ્કૂલ, જીવનસાધના, શાનેન સ્કૂલ અને નવયુગ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાના ઈમેઈલ મળ્યા હતા.

આ ઘટનાની ગંભીરતા એટલી વધારે હતી કે ઉર્મિ સ્કૂલની હોસ્ટેલને પણ તાત્કાલિક અસરથી ખાલી કરાવી દેવામાં આવી હતી. ધમકીની જાણ થતાં જ વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્કૂલો પર પહોંચી ગયો હતો. હાલ બોમ્બ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની મદદથી સ્કૂલના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદની 16 સ્કૂલોને મળી ધમકી

બીજી તરફ અમદાવાદમાં પણ પરિસ્થિતિ કંઈક આવી જ હતી. શહેરના પોશ વિસ્તારો ગણાતા વસ્ત્રાપુર, સેટેલાઇટ અને મકરબા વિસ્તારની લગભગ 16 જેટલી સ્કૂલોને ટાર્ગેટ કરવામાં આવી હતી. જે શાળાઓને ધમકી મળી છે, તેની યાદી નીચે મુજબ છે:

* તુલીપ સ્કૂલ, બોપલ

બધા સમાચાર

+ વધુુ વાંચો