Get App

અમદાવાદમાં 9 વર્ષ બાદ ઓક્ટોબરમાં કાળઝાળ ગરમી, પારો 38.6 ડિગ્રીને પાર, જાણો આગામી 5 દિવસ કેવું રહેશે હવામાન

Gujarat heatwave: ગુજરાતમાં ઓક્ટોબર હીટનો કહેર! અમદાવાદમાં 9 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, તાપમાન 38.6 ડિગ્રીએ પહોંચ્યું. જાણો હવામાન વિભાગની 5 દિવસની આગાહી અને અન્ય શહેરોનો હાલ.

MoneyControl Newsઅપડેટેડ Oct 14, 2026 પર 10:34 AM
અમદાવાદમાં 9 વર્ષ બાદ ઓક્ટોબરમાં કાળઝાળ ગરમી, પારો 38.6 ડિગ્રીને પાર, જાણો આગામી 5 દિવસ કેવું રહેશે હવામાનઅમદાવાદમાં 9 વર્ષ બાદ ઓક્ટોબરમાં કાળઝાળ ગરમી, પારો 38.6 ડિગ્રીને પાર, જાણો આગામી 5 દિવસ કેવું રહેશે હવામાન
આ અગાઉ 6 ઓક્ટોબર 2017ના રોજ તાપમાન 39.4 ડિગ્રી નોંધાયું હતું. 2017 પછી આ પહેલીવાર એવું બન્યું છે કે ઓક્ટોબરમાં પારો 38.5 ડિગ્રીની પાર ગયો હોય.

Gujarat heatwave: ગુજરાતમાં અત્યારે શિયાળાની ગુલાબી ઠંડીને બદલે કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં ઓક્ટોબર મહિનામાં ગરમીએ માઝા મૂકી છે. શહેરમાં છેલ્લા 9 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે અને ગરમીનો પારો અચાનક ઉચકાઈને 38.6 ડિગ્રીએ પહોંચી ગયો છે. લોકો જાણે ઉનાળો ચાલી રહ્યો હોય તેવો અસહ્ય ઉકળાટ અનુભવી રહ્યા છે.

અમદાવાદમાં અસહ્ય ઉકળાટ અને ગરમી

હાલમાં રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ગઈકાલે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ તાપમાન સામાન્ય કરતા 2.6 ડિગ્રી વધારે છે. આટલા ઊંચા તાપમાનને કારણે અમદાવાદીઓ બળબળતી ગરમીથી પરેશાન થઈ ગયા છે. છેલ્લા 9 વર્ષમાં ઓક્ટોબર મહિનામાં આટલું ઊંચું તાપમાન ક્યારેય નોંધાયું ન હતું, જે એક ચિંતાનો વિષય છે.

શું કહે છે હવામાન વિભાગ?

હવામાન વિભાગના આંકડા મુજબ, આ અગાઉ 6 ઓક્ટોબર 2017ના રોજ તાપમાન 39.4 ડિગ્રી નોંધાયું હતું. 2017 પછી આ પહેલીવાર એવું બન્યું છે કે ઓક્ટોબરમાં પારો 38.5 ડિગ્રીની પાર ગયો હોય. હવામાન નિષ્ણાતોના મતે, અમદાવાદીઓને હજુ ગરમીથી કોઈ રાહત મળવાની શક્યતા નથી. આગામી 5 દિવસ સુધી શહેરનું તાપમાન 38 ડિગ્રીની આસપાસ જ જળવાઈ રહેશે.

ઓક્ટોબરનો ઓલટાઈમ રેકોર્ડ

જો ઈતિહાસના આંકડા પર નજર કરીએ તો, અમદાવાદમાં ઓક્ટોબર મહિનાનું સૌથી વધુ તાપમાન 5 ઓક્ટોબર 1920ના રોજ નોંધાયું હતું. ત્યારે ગરમીનો પારો છેક 42.8 ડિગ્રીએ પહોંચી ગયો હતો. આ આંકડાને ઓક્ટોબર મહિનાનો અત્યાર સુધીનો ‘ઓલટાઈમ રેકોર્ડ' માનવામાં આવે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો