કેદી નંબર 'D17052' હવે ભયંકર ગેંગસ્ટર (Gangster)માંથી રાજકારણી બનેલા અતિક અહેમદ (Atiq Ahmed)ની નવી ઓળખ છે. અતીકને મંગળવારે 2006ના અપહરણ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. અતીકને 2005માં બીએસપી ધારાસભ્ય રાજુ પાલની હત્યાના મુખ્ય સાક્ષી ઉમેશ પાલનું અપહરણ કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. તાજેતરમાં જ ઉમેશ પાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અતીક અહેમદની 44 વર્ષની લાંબી ગુનાહિત કારકિર્દી છે અને તેની સામે 120 થી વધુ કેસ નોંધાયેલા છે.

