Get App

ટેક્સાસમાં H-1B વિઝા પર પ્રતિબંધ: ભારતીયોને પડશે સૌથી મોટો ફટકો, જાણો શું છે ટ્રમ્પ સરકારનો નવો આદેશ?

Texas H-1B Visa Ban: ટેક્સાસમાં H-1B વિઝા પર પ્રતિબંધ મુકતા ભારતીયોને મોટો ફટકો પડ્યો છે. ટ્રમ્પ સરકારની નીતિ અને ટેક્સાસ ગવર્નરના નવા આદેશથી ભારતીય પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ પર શું અસર થશે? જાણો સંપૂર્ણ વિગત આ અહેવાલમાં.

MoneyControl Newsઅપડેટેડ Jan 29, 2026 પર 10:43 AM
ટેક્સાસમાં H-1B વિઝા પર પ્રતિબંધ: ભારતીયોને પડશે સૌથી મોટો ફટકો, જાણો શું છે ટ્રમ્પ સરકારનો નવો આદેશ?ટેક્સાસમાં H-1B વિઝા પર પ્રતિબંધ: ભારતીયોને પડશે સૌથી મોટો ફટકો, જાણો શું છે ટ્રમ્પ સરકારનો નવો આદેશ?
Texas H-1B Visa Ban: ટેક્સાસમાં H-1B વિઝા પર પ્રતિબંધ મુકતા ભારતીયોને મોટો ફટકો પડ્યો છે.

Texas H-1B Visa Ban: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર આવતાની સાથે જ ઈમિગ્રેશન પોલિસીમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. શરૂઆતમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો પર કડક કાર્યવાહી કર્યા બાદ, હવે ટ્રમ્પ તંત્રએ કાયદેસર રીતે અમેરિકામાં રહેતા અને નોકરી કરતા H-1B વિઝાધારકોને નિશાન બનાવ્યા છે. આ સિલસિલામાં રિપબ્લિકન પક્ષનું શાસન ધરાવતા ટેક્સાસ રાજ્યએ એક મોટો અને આકરો નિર્ણય લીધો છે, જેની સીધી અસર ભારતીયો પર પડશે.

ટેક્સાસમાં નવી ભરતી પર રોક

ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે એક નવો આદેશ બહાર પાડ્યો છે. આ આદેશ મુજબ, ટેક્સાસની તમામ પબ્લિક અને સ્ટેટ યુનિવર્સિટીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ આગામી 31 મે 2027 સુધી કોઈપણ નવા H-1B વિઝાધારકની ભરતી કરી શકશે નહીં. એટલે કે, આગામી વર્ષ સુધી ટેક્સાસની સરકારી સંસ્થાઓમાં વિદેશી પ્રોફેશનલ્સ માટે દરવાજા લગભગ બંધ થઈ ગયા છે.

માત્ર નવી ભરતી અટકાવવી એટલું જ નહીં, પરંતુ ગવર્નરે યુનિવર્સિટીઓ પાસે હાલમાં કામ કરતા H-1B કર્મચારીઓનો હિસાબ પણ માંગ્યો છે. યુનિવર્સિટીઓએ જણાવવું પડશે કે:

* તેમના ત્યાં કેટલા H-1B વિઝાધારકો કામ કરે છે?

* તેઓ કયા દેશના નાગરિક છે?

* તેમના વિઝા ક્યારે એક્સપાયર (પૂરા) થાય છે?

બધા સમાચાર

+ વધુુ વાંચો