Get App

ભટિંડા મિલિટરી સ્ટેશનમાં ફાયરિંગની ઘટના, 4 લોકોના મોત, સમગ્ર વિસ્તાર સીલ, સર્ચ ઓપરેશન ચાલુ

ગોળીબાર કોણે કર્યો તે અંગે હજુ સુધી માહિતી મળી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય સેના ટૂંક સમયમાં આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરશે અને સંપૂર્ણ વિગતો આપશે. પોલીસ દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે આ કોઈ આતંકવાદી ઘટના નથી.

MoneyControl Newsઅપડેટેડ Apr 12, 2023 પર 10:55 AM
ભટિંડા મિલિટરી સ્ટેશનમાં ફાયરિંગની ઘટના, 4 લોકોના મોત, સમગ્ર વિસ્તાર સીલ, સર્ચ ઓપરેશન ચાલુભટિંડા મિલિટરી સ્ટેશનમાં ફાયરિંગની ઘટના, 4 લોકોના મોત, સમગ્ર વિસ્તાર સીલ, સર્ચ ઓપરેશન ચાલુ
આર્મી કેન્ટની અંદર લોકોના પ્રવેશ અને બહાર નીકળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કેન્દ્રીય એજન્સીઓને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.

Punjab: પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશનમાં ફાયરિંગના સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ભટિંડા મિલિટરી સ્ટેશનની અંદર ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા છે. હાલ સમગ્ર કેન્ટને સીલ કરી દેવામાં આવી છે અને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટના બુધવારે સવારે 4.35 કલાકે બની હતી.

હાલ આ ફાયરિંગ કોણે કર્યું તે અંગેની માહિતી મળી શકી નથી. પોલીસ દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું છે કે આ કોઈ આતંકવાદી ઘટના નથી.

સમાચાર એજન્સી એએનઆઈએ ટ્વિટ કર્યું કે આજે (બુધવારે) સવારે લગભગ 04:35 વાગ્યે ભટિંડા મિલિટરી સ્ટેશનની અંદર ગોળીબારની ઘટનામાં ચાર લોકો માર્યા ગયા. સ્ટેશન ક્વિક રિએક્શન ટીમો સક્રિય કરવામાં આવી હતી અને વિસ્તારને કોર્ડન કરીને સીલ કરવામાં આવ્યો હતો. સર્ચ ઓપરેશન ચાલુ છે.

Punjab | Four casualties reported in a firing incident in the early hours of the morning around 0435 hours inside Bathinda Military Station today. The Station Quick Reaction Teams were activated and the area was cordoned off and sealed. Search operation in progress: HQ SW Command pic.twitter.com/yTMAjAQAD2

— ANI (@ANI) April 12, 2023

બધા સમાચાર

+ વધુુ વાંચો