Pakistan News: પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ટોલ પ્લાઝા પર થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે બુધવારે સવારે અજાણ્યા આતંકવાદીઓએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કોહાટ જિલ્લામાં લાચી ટોલ પ્લાઝા પર હુમલો કર્યો હતો.

