Cabinet Decisions: કેન્દ્ર સરકારે બુધવારે રેર અર્થ મેગ્નેટના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ₹7,280 કરોડના પ્રોત્સાહન પેકેજ સાથે એક નવી યોજનાને મંજૂરી આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં "સિન્ટર્ડ રેર અર્થ મેગ્નેટના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. પીટીઆઈ અનુસાર, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ યોજના રેર અર્થ મેગ્નેટના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે. અમારું લક્ષ્ય વાર્ષિક 6,000 મેટ્રિક ટન (MTPA) ની ક્ષમતા વિકસાવવાનું છે.

