Get App

CBSEનો મોટો નિર્ણય: ધોરણ 12 માટે ફરી શરૂ થશે ‘ઓન-સ્ક્રીન માર્કિંગ', જાણો પેપર ચેકિંગમાં શું બદલાશે?

Class 12 Board Exam: CBSEએ ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ માટે મોટો નિર્ણય લીધો છે. હવે પેપર ચેકિંગ ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) દ્વારા થશે. જાણો આ નવી ડિજિટલ સિસ્ટમ શું છે અને તેનાથી વિદ્યાર્થીઓને શું ફાયદો થશે.

MoneyControl Newsઅપડેટેડ Feb 12, 2026 પર 12:09 PM
CBSEનો મોટો નિર્ણય: ધોરણ 12 માટે ફરી શરૂ થશે ‘ઓન-સ્ક્રીન માર્કિંગ', જાણો પેપર ચેકિંગમાં શું બદલાશે?CBSEનો મોટો નિર્ણય: ધોરણ 12 માટે ફરી શરૂ થશે ‘ઓન-સ્ક્રીન માર્કિંગ', જાણો પેપર ચેકિંગમાં શું બદલાશે?
Class 12 Board Exam: CBSEએ ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ માટે મોટો નિર્ણય લીધો છે.

Class 12 Board Exam: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બોર્ડ પરીક્ષાઓની ઉત્તરવહીઓ (Answer Sheets) તપાસવાની પદ્ધતિમાં બોર્ડે મોટો ફેરફાર કર્યો છે. CBSE એ ધોરણ 12 માટે ફરીથી 'ઓન-સ્ક્રીન માર્કિંગ' (OSM) સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ પેપર ચેકિંગની પ્રક્રિયાને વધુ પારદર્શક, ઝડપી અને ચોકસાઈભરી બનાવવાનો છે.

ક્યારથી લાગુ થશે આ નિયમ?

CBSE દ્વારા આ અંગે તમામ સંલગ્ન શાળાઓના પ્રિન્સિપાલ અને હેડને એક સર્ક્યુલર મોકલીને જાણ કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થા મુજબ, વર્ષ 2026 થી ધોરણ 12 ની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન ડિજિટલ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. જોકે, ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે અત્યારે કોઈ ફેરફાર નથી; તેમની ઉત્તરવહીઓ હાલની જેમ ફિઝિકલ મોડમાં જ તપાસવામાં આવશે. એટલે કે ધોરણ 12 ની કૉપી હવે ડિજિટલી ચેક થશે.

શું છે ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM)?

ઘણા વાલીઓ અને વિદ્યાર્થીઓના મનમાં સવાલ હશે કે આ ઓન-સ્ક્રીન માર્કિંગ વળી શું છે? તો તમને જણાવી દઈએ કે, OSM એક ડિજિટલ સિસ્ટમ છે. આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓને સ્કેન કરવામાં આવે છે. ત્યારબાદ શિક્ષકો આ સ્કેન થયેલી કોપીને કમ્પ્યુટર સ્ક્રીન પર તપાસે છે.

આમાં સૌથી સારી વાત એ છે કે માર્ક્સની ગણતરી (Totaling) શિક્ષકે હાથેથી કરવી પડતી નથી, પરંતુ સોફ્ટવેર દ્વારા માર્ક્સ આપમેળે કેલ્ક્યુલેટ થઈ જાય છે.

આ સિસ્ટમના મોટા ફાયદા

બધા સમાચાર

+ વધુુ વાંચો