Get App

‘વંદે માતરમ' અંગે કેન્દ્રનો મોટો નિર્ણય: હવે 6 છંદ ગાવા પડશે, ઊભા થવું ફરજિયાત કે નહીં? જાણો નવી ગાઈડલાઈન

Vande Mataram New Rules: કેન્દ્ર સરકારે ‘વંદે માતરમ' માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. હવે સરકારી કાર્યક્રમોમાં તમામ 6 છંદ ગાવા પડશે અને રાષ્ટ્રગીતની જેમ ઊભા રહીને સન્માન આપવું પડશે. જાણો શું છે નવો પ્રોટોકોલ.

MoneyControl Newsઅપડેટેડ Feb 11, 2026 પર 10:07 AM
‘વંદે માતરમ' અંગે કેન્દ્રનો મોટો નિર્ણય: હવે 6 છંદ ગાવા પડશે, ઊભા થવું ફરજિયાત કે નહીં? જાણો નવી ગાઈડલાઈન‘વંદે માતરમ' અંગે કેન્દ્રનો મોટો નિર્ણય: હવે 6 છંદ ગાવા પડશે, ઊભા થવું ફરજિયાત કે નહીં? જાણો નવી ગાઈડલાઈન
Vande Mataram New Rules: કેન્દ્ર સરકારે ‘વંદે માતરમ' માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.

Vande Mataram New Rules: કેન્દ્ર સરકારે દેશના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ ને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને નવી ગાઈડલાઈન (માર્ગદર્શિકા) જાહેર કરી છે. ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આ નવા આદેશ મુજબ, હવે સરકારી કાર્યક્રમો, શાળાઓ અને અન્ય મહત્વના સમારોહમાં વંદે માતરમના ગાયન અને વાદન માટે ચોક્કસ નિયમોનું પાલન કરવું પડશે. આ નવા નિયમો રાષ્ટ્રગીત ‘જન ગણ મન'ની જેમ જ ‘વંદે માતરમ’ ને પણ સમાન સન્માન અને એકરૂપતા આપવા માટે બનાવવામાં આવ્યા છે.

નવો આદેશ ક્યારથી લાગુ?

કેન્દ્ર સરકાર દ્વારા ‘વંદે માતરમ’ ને લઈને આ સત્તાવાર સૂચનાઓ 28 જાન્યુઆરી 2026ના રોજ બહાર પાડવામાં આવેલા એક સરકારી આદેશ દ્વારા લાગુ કરવામાં આવી છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય ગીતના ગાયન માટે એક સ્પષ્ટ પ્રોટોકોલ નક્કી કરવાનો છે, જેથી દેશભરમાં એકસૂત્રતા જળવાઈ રહે.

ગૃહ મંત્રાલયની નવી ગાઈડલાઈનમાં શું છે?

સરકારની નવી ગાઈડલાઈન મુજબ નીચે મુજબના મુખ્ય ફેરફારો કરવામાં આવ્યા છે:

હવે પૂરા 6 છંદ ગાવા પડશે: અત્યાર સુધી મોટાભાગના કાર્યક્રમોમાં ‘વંદે માતરમ’ ના માત્ર પહેલા બે છંદ (Stanzas) જ ગાવામાં આવતા હતા. પરંતુ હવે નવા નિયમ મુજબ, સરકારી અથવા સત્તાવાર કાર્યક્રમોમાં તેને ગાતી કે વગાડતી વખતે તેના તમામ 6 છંદને પ્રાથમિકતા આપવામાં આવશે. જોકે, પરિસ્થિતિ મુજબ ફેરફાર થઈ શકે છે, પણ સત્તાવાર રીતે સંપૂર્ણ ગીતને જ માન્ય ગણવામાં આવશે.

સમય મર્યાદા નક્કી: વિશેષ સરકારી કાર્યક્રમોમાં જ્યારે વંદે માતરમના સત્તાવાર છ એ છ અંતરા ગાવામાં કે વગાડવામાં આવશે, ત્યારે તેનો સમયગાળો (Duration) 3 મિનિટ અને 10 સેકન્ડ નક્કી કરવામાં આવ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો