Rare Earth Elements in Rajasthan: ભારત માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનના બાડમેર જિલ્લામાં એક એવો ખજાનો મળી આવ્યો છે, જે આવનારા સમયમાં દેશની તસવીર બદલી શકે છે. અહીંના સિવાના વિસ્તારના ખડકોમાંથી 'નિયોબિયમ' (Niobium) નામના એક અત્યંત દુર્લભ અને કિંમતી ખનીજનો વિશાળ ભંડાર મળી આવ્યો છે. આ શોધ ભારતને ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મોટું પગલું સાબિત થશે.

