Gujarat Rain forecast: ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે! હવામાન વિભાગે આજે શુક્રવારે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર-કચ્છના ચાર જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગુરુવારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદે ધાનેરા, ડીસા અને આબુ હાઈવે પર જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન રહેશે.