Bharat Semiconductor: બેંગલોર, ભારતનું ટેક હબ, ફરી એકવાર ચર્ચામાં છે. બ્રિટિશ સેમિકન્ડક્ટર જાયન્ટ ARMએ બેંગલોરમાં પોતાની નવી ઓફિસ શરૂ કર્યું છે, જે ભારતના સેમિકન્ડક્ટર સેક્ટર માટે એક મોટી સફળતા છે. આ ઓફિસમાં 2 નેનોમીટર ચિપ્સનું ડિઝાઇન અને પ્રોડક્શન થશે, જેનો ઉપયોગ એઆઈ સર્વર, ડ્રોન અને મોબાઇલ ફોન જેવા અદ્યતન ઉપકરણોમાં થશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું અને તેને ભારતની ટેક યાત્રામાં મહત્વનું પગલું ગણાવ્યું.