ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે થયેલા "રણનીતિક પરસ્પર રક્ષા" કરાર પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. આ કરાર હેઠળ, કોઈપણ એક દેશ પર હુમલો બંને દેશો સામે આક્રમણ ગણાશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે ગાઢ રણનીતિક ભાગીદારી છે, જે છેલ્લાં કેટલાંક વર્ષોમાં નોંધપાત્ર રીતે મજબૂત થઈ છે. તેમણે ઉમેર્યું, "અમે આશા રાખીએ છીએ કે આ ભાગીદારી પરસ્પર હિતો અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આગળ વધશે."