સુપ્રીમ કોર્ટે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956ની કલમ 15(1)(b) અંગે સુનાવણી દરમિયાન હિન્દુ સમાજની પરંપરાઓ અને રીતિ-રિવાજો પર મહત્વની ટિપ્પણીઓ કરી છે. આ કલમ મુજબ, જો કોઈ હિન્દુ મહિલા વસિયત વિના મૃત્યુ પામે અને તેના પતિ કે સંતાનો ન હોય, તો તેની સંપત્તિ તેના પતિના વારસદારોને મળે છે. જસ્ટિસ બી.વી. નાગરત્નાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ મામલે સમાજની કાર્યપ્રણાલી અને કાયદાની કાયદેસરતાની ચર્ચા કરી.