ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉનએ તાજેતરમાં સુપ્રીમ પીપલ્સ અસેમ્બ્લીમાં આપેલા સ્પીચમાં અમેરિકા સાથેની ડિપ્લોમેટિક વાતચીતને લઈને મોટું સ્ટેટમેન્ટ આપ્યું છે. તેમણે કહ્યું કે, અમેરિકન પ્રેઝિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની પહેલી ટર્મ દરમિયાન થયેલી મુલાકાતોની સારી યાદો હજુ પણ તાજી છે. "પર્સનલી, મારી પાસે યુએસ પ્રેઝિડન્ટ ટ્રમ્પની સાથેની મીટિંગ્સની ફોન્ડ મેમરીઝ છે," તેમ કિમે કહ્યું.