Get App

કોલ્ડ્રિફ કફ સિરપ કેસ: શ્રીસન ફાર્મા પર EDના દરોડા, બાળકોના મોતનો મામલો ગરમાયો

Child Deaths: કોલ્ડ્રિફ કફ સિરપ કેસમાં શ્રીસન ફાર્મા પર EDના દરોડા, 22 બાળકોના મોતનો મામલો. તમિલનાડુ ડ્રગ કંટ્રોલની ચૂક અને ઝેરી સિરપની તપાસની સંપૂર્ણ વિગતો જાણો.

MoneyControl Newsઅપડેટેડ Oct 13, 2025 પર 10:42 AM
કોલ્ડ્રિફ કફ સિરપ કેસ: શ્રીસન ફાર્મા પર EDના દરોડા, બાળકોના મોતનો મામલો ગરમાયોકોલ્ડ્રિફ કફ સિરપ કેસ: શ્રીસન ફાર્મા પર EDના દરોડા, બાળકોના મોતનો મામલો ગરમાયો
22 બાળકોના મોત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કેસ

Child Deaths: કોલ્ડ્રિફ કફ સિરપ કેસ, જેમાં 22 બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, તે મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. સોમવારે ચેન્નાઈમાં શ્રીસન ફાર્માસ્યુટિકલ્સના 7 ઠેકાણે EDએ દરોડા પાડ્યા. આ દરોડા પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ચાલી રહ્યા છે, જેમાં તમિલનાડુ ડ્રગ કંટ્રોલના ટોચના અધિકારીઓના નિવાસ્થાનોની પણ તપાસ થઈ રહી છે. આ કેસમાં શ્રીસન ફાર્માના માલિક જી. રંગનાથનને મધ્યપ્રદેશ પોલીસે 9 ઓક્ટોબરે કસ્ટડીમાં લીધા હતા.

22 બાળકોના મોત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કેસ

આ કેસમાં મૃત્યુ પામેલા મોટા ભાગના બાળકો 5 વર્ષથી ઓછી ઉંમરના હતા, જેમાંથી મોટાભાગના મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના હતા. આ ઉપરાંત, રાજસ્થાનમાં પણ કેટલાક કેસ નોંધાયા છે. તપાસમાં જાણવા મળ્યું કે, કોલ્ડ્રિફ સિરપમાં ઝેરી ડાઇથિલિન ગ્લાયકોલનું પ્રમાણ 48% હતું, જે અનુમતિપાત્ર મર્યાદા 0.1%થી ઘણું વધારે છે. આ ઝેરી તત્વને કારણે બાળકોના મોત થયા હોવાનું માનવામાં આવે છે.

શ્રીસન ફાર્માના નિયમોનું ઉલ્લંઘન

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)ની તપાસમાં જાણવા મળ્યું કે, કાંચીપુરમ સ્થિત શ્રીસન ફાર્માએ 2011થી નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. કંપનીએ નબળા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ (GMP)નું પાલન ન કરવા ઉપરાંત, રાષ્ટ્રીય 'સુગમ' પોર્ટલ પર તેના ઉત્પાદનોની નોંધણી પણ કરી ન હતી. આ પોર્ટલ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના મોનિટરિંગ માટે ફરજિયાત છે.

TNFDAની ચૂક, માહિતી છુપાવી

તમિલનાડુ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (TNFDA)એ શ્રીસન ફાર્માની ખામીઓ વિશે CDSCOને જાણ કરી ન હતી. 3 ઓક્ટોબરે છિંદવાડામાં CDSCOના સંયુક્ત નિરીક્ષણમાં શ્રીસનના ઉલ્લંઘનો બહાર આવ્યા, પરંતુ TNFDAએ આ નિરીક્ષણમાં ભાગ લીધો ન હતો. વધુમાં, TNFDAએ કોલ્ડ્રિફ સિરપના ઝેરી રિપોર્ટને જાહેર થવા દીધો ન હતો, જેના કારણે રાજ્ય અને કેન્દ્રીય નિયમનકારો વચ્ચે મૂંઝવણ ઊભી થઈ.

બધા સમાચાર

+ વધુુ વાંચો