Gujarat COVID-19 Cases: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ફરી એકવાર ચિંતાનો વિષય બન્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 397 થઈ છે, જેમાંથી અમદાવાદમાં જ 197 કેસ નોંધાયા છે. આ વચ્ચે અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં 18 વર્ષીય સગર્ભા મહિલાનું કોરોનાને કારણે મોત થયું છે, જે શહેરમાં આંચકો લાવનારી ઘટના છે. આ પહેલા પણ એલ.જી. હોસ્પિટલમાં 46 વર્ષીય મહિલાનું કોવિડથી મોત થયું હતું.