Salman Khan Pan Masala: બોલિવુડના અભિનેતા સલમાન ખાન આ વખતે તેમની પાન મસાલાની જાહેરાતને કારણે કાયદાકીય મુશ્કેલીઓમાં ઘેરાયા છે. રાજસ્થાનના કોટા જિલ્લાની કન્ઝ્યુમર કોર્ટે તાજેતરમાં સલમાન અને રાજશ્રી પાન મસાલા કંપનીને નોટિસ જારી કરી છે. આ કેસની શરૂઆત એક સામાન્ય ફરિયાદથી થઈ છે, જે હવે બોલિવુડ અને માર્કેટિંગની દુનિયામાં વાવાઝોડું લગાવી રહી છે.

