Covid-19: દેશના ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણ ફરીવાર કહેર મચાવવા લાગ્યો છે. દરરોજ નવા સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને એલર્ટ કરવામાં આવી છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયા આજે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. કેન્દ્ર સરકારે નિયમિતપણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને COVID-19 પર માર્ગદર્શિકા જારી કરી છે. પીએમ મોદીએ આ તમામ રાજ્યોની સમીક્ષા કરી છે.

