Delhi Blast : દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં જોરદાર વિસ્ફોટ થતાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા છે. વિસ્ફોટ બાદ કારમાં આગ લાગી હોવાનું કહેવાય છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે વિસ્ફોટ થયો હતો. ઘટનાની માહિતી મળતાં, સાત ફાયર એન્જિન ઘટનાસ્થળે દોડી ગયા હતા. એવું જાણવા મળ્યું છે કે વિસ્ફોટમાં બે કે ત્રણ અન્ય પાર્ક કરેલા વાહનો પણ લપેટાઈ ગયા હતા. વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ફાયર બ્રિગેડના વાહનો અને પોલીસની ટીમો ઘટનાસ્થળે હાજર છે.

