Ram Mandir Dharma Dhwaj: અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા પછી હવે વધુ એક પવિત્ર અને ઐતિહાસિક પર્વની તૈયારીઓ ચાલી રહી છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 25 નવેમ્બર, 2025ના રોજ, વિવાહ પંચમીના શુભ અવસરે, રામ મંદિરના સર્વોચ્ચ શિખર પર 'ધર્મ ધ્વજ'નું ભવ્ય ધ્વજારોહણ કરવામાં આવશે. આ ક્ષણ કરોડો રામ ભક્તો માટે આસ્થા અને ઉત્સવનું એક નવું પ્રકરણ બનશે.

