Equador Earthquake: દક્ષિણ અમેરિકાના દેશ ઇક્વાડોર અને ઉત્તરી પેરુમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.8 નોંધઇ છે. દરિયાકાંઠાના ગુઆસ પ્રદેશમાં આવેલો ભૂકંપ એટલો જોરદાર હતો કે તેણે શહેરની આસપાસના વિસ્તારોને હચમચાવી નાખ્યા. જેના કારણે અનેક મકાનો, ઈમારતો, શાળાઓને ઘણું નુકસાન થયું છે. આ ભૂકંપમાં 14 લોકોના મોતના અહેવાલ છે. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, દેશના કોસ્ટલ ગુઆસ વિસ્તારમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. તે ગુઆસ પ્રાંતના બાલાઓ શહેરથી લગભગ 10 કિલોમીટર (6.2 માઇલ) 66.4 કિમી (41.3 માઇલ) ની ઊંડાઇએ થયું હતું.

