એર ઈન્ડિયા અને વિસ્તારાના મર્જરથી બંને એરલાઈન્સના લગભગ 600 કર્મચારીઓને અસર થવાની ધારણા છે. જો કે, તેમને ટાટા ગ્રૂપ અને એર ઈન્ડિયા ગ્રૂપના અન્ય એકમોમાં નોકરી આપવાના પ્રયાસો કરવામાં આવશે. સૂત્રોએ આ જાણકારી આપી. ખોટ કરતી આ બંને એરલાઇન કંપનીઓ ટાટા ગ્રૂપની માલિકીની છે. તેમના કર્મચારીઓની કુલ સંખ્યા 23,000થી વધુ છે. ટાટા ગ્રુપ તેના ઉડ્ડયન વ્યવસાયને સુવ્યવસ્થિત કરવા માટે તેની એરલાઇન્સને મર્જ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે.