China-Taiwan Conflict: તાઇવાન, એક નાનકડો ટાપુ હોવા છતાં, દુનિયાના સૌથી મોટા સૈન્ય જોખમનો સામનો કરી રહ્યો છે. ચીન તાઇવાનને પોતાનો અભિન્ન અંગ માને છે અને તેના પર કબજો કરવાની સતત ધમકીઓ આપતું રહે છે. આ ખતરાનો સામનો કરવા માટે, તાઇવાન હવે અમેરિકાની મદદથી પોતાની સંરક્ષણ ક્ષમતાને અભૂતપૂર્વ રીતે મજબૂત કરી રહ્યું છે. US મિસાઈલ ડિફેન્સ સિસ્ટમથી લઈને બમ્પર બજેટ સુધી, તાઇવાન હવે ચીનના કોઈપણ હુમલાને મોંઘો બનાવવાની તૈયારીમાં છે. 2025-26 સુધીમાં મોટાભાગના અત્યાધુનિક હથિયારોની ડિલિવરી શરૂ થઈ જશે, જેનાથી તાઇવાન 300 કિલોમીટર દૂરથી જ ચીનના જહાજો-વિમાનોને નિશાન બનાવી શકશે.

