Ukraine war: યુરોપીય નેતાઓ અને યુક્રેનને આ વાતની ચિંતા છે કે ટ્રમ્પની વ્યૂહરચનામાં યુક્રેનને રશિયા દ્વારા કબજે કરેલા વિસ્તારો છોડવા માટે દબાણ કરવામાં આવી શકે, જેને ઝેલેન્સ્કીએ બંધારણ વિરોધી ગણાવ્યું છે. યુરોપીય સંઘના નેતાઓએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીને સમર્થન આપતા કહ્યું છે કે તેમના દેશને એલાયન્સ પસંદ કરવાનો પૂરો અધિકાર છે. તેઓએ રશિયા પર કડક પ્રતિબંધો ચાલુ રાખવાની માંગ કરી છે. બે દિવસ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વચ્ચેની વાતચીતમાં યુક્રેન યુદ્ધનું કોઈ નક્કર પરિણામ ન આવ્યું, જે પછી યુરોપીય નેતાઓના નિવેદનો વધુ તીવ્ર બન્યા છે.