અયોધ્યામાં શ્રી રામ મંદિરના શિખર પર 25 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ધ્વજા સ્થાપિત કરવામાં આવતા જ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ મામલે પોતાનું નિવેદન જાહેર કરીને રાજદ્વારી દંભનું પ્રદર્શન કર્યું છે. પાકિસ્તાને આ બનાવને ભારતમાં મુસ્લિમ સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને જાણી જોઈને નાશ કરવાના પ્રયાસો તરીકે ગણાવ્યો છે, જે ભારતમાં ધાર્મિક લઘુમતીઓ પર દબાણ લાવવાની મોટી પેટર્નનો ભાગ હોવાનો પાયાવિહોણો આરોપ મૂક્યો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, જે પાકિસ્તાની વિદેશ મંત્રાલય પોતાના જ દેશમાં હિન્દુઓ સહિતની ધાર્મિક લઘુમતીઓ પર થતા શોષણ, દુષ્કર્મ અને હત્યાઓ જેવી ગંભીર ઘટનાઓ પ્રત્યે હંમેશા અવગણના કરે છે, તેણે ભારત સામે આ પ્રકારના ખોટા આક્ષેપો કર્યા છે.

