Ambaji Temple Complex to extend up to Gabbar Hill: ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરના સંકુલને નવું સ્વરૂપ આપવા માટે રાજ્ય સરકારે 804 કરોડ રૂપિયાના બજેટ સાથે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ હેઠળ અંબાજી મંદિર સંકુલને ગબ્બર ટેકરી સુધી વિસ્તારવામાં આવશે, જેનો હેતુ યાત્રાળુઓના અનુભવને વધુ સરળ અને આધુનિક બનાવવાનો છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (GPYVB) દ્વારા આ પ્રોજેક્ટ માટે ઓનલાઈન ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જે 50 વર્ષના લાંબા ગાળાના માસ્ટર પ્લાનનો ભાગ છે.