Get App

Gujarat Toll Tax Collection: ખખડધજ રસ્તા છતાં ગુજરાતની પ્રજાએ ચૂકવ્યો 16000 કરોડનો ટોલ ટેક્સ! જાણો 3 વર્ષનો ચોંકાવનારો હિસાબ

Gujarat Toll Tax Collection: ગુજરાતમાં તૂટેલા રસ્તાઓ વચ્ચે વાહનચાલકોના ખિસ્સા ખાલી! છેલ્લા 3 વર્ષમાં ફાસ્ટેગ દ્વારા 16000 કરોડથી વધુનો ટોલ ટેક્સ ચૂકવાયો. જાણો કયા વર્ષમાં કેટલી આવક થઈ અને હાઈવેની હાલત શું છે તે અંગેનો વિગતવાર અહેવાલ.

MoneyControl Newsઅપડેટેડ Jan 30, 2026 પર 11:59 AM
Gujarat Toll Tax Collection: ખખડધજ રસ્તા છતાં ગુજરાતની પ્રજાએ ચૂકવ્યો 16000 કરોડનો ટોલ ટેક્સ! જાણો 3 વર્ષનો ચોંકાવનારો હિસાબGujarat Toll Tax Collection: ખખડધજ રસ્તા છતાં ગુજરાતની પ્રજાએ ચૂકવ્યો 16000 કરોડનો ટોલ ટેક્સ! જાણો 3 વર્ષનો ચોંકાવનારો હિસાબ
Gujarat Toll Tax Collection: ગુજરાતમાં તૂટેલા રસ્તાઓ વચ્ચે વાહનચાલકોના ખિસ્સા ખાલી! છેલ્લા 3 વર્ષમાં ફાસ્ટેગ દ્વારા 16000 કરોડથી વધુનો ટોલ ટેક્સ ચૂકવાયો.

Gujarat Toll Tax Collection: ગુજરાતના વાહનચાલકો માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક તરફ રાજ્યના અનેક હાઈવે પર રસ્તાઓની હાલત 'ખખડધજ' છે, ખાડાઓનું સામ્રાજ્ય છે, છતાં બીજી તરફ વાહનચાલકોએ ટોલ ટેક્સ ચૂકવવામાં કોઈ કચાશ રાખી નથી. છેલ્લા 3 વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો, ગુજરાતમાં વાહનચાલકોએ ફાસ્ટેગ (FASTag) મારફતે 16,000 કરોડ રૂપિયાથી પણ વધુની રકમ ટોલ ટેક્સ પેટે ચૂકવી દીધી છે.

ટોલ ટેક્સની આવકમાં સતત વધારો

ગુજરાતમાં ડિજિટલ પેમેન્ટ અને ફાસ્ટેગના વધતા ઉપયોગને કારણે ટોલની આવકમાં તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ વર્ષના આંકડા જોઈએ તો ખ્યાલ આવે છે કે વાહનચાલકોના ખિસ્સા પર કેટલો ભાર વધ્યો છે:

* વર્ષ 2023: 4794 કરોડ રૂપિયા

* વર્ષ 2024: 4919 કરોડ રૂપિયા

* વર્ષ 2025: 6418 કરોડ રૂપિયા

આમ, વર્ષ 2025માં ટોલ કલેક્શનનો આંકડો રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો