Get App

Gujarat Weather Forecast: ગુજરાતમાં હજુ બે દિવસ વરસાદની આગાહી, 14 મે બાદ ગરમીનો પ્રકોપ વધશે

Gujarat Weather Forecast: હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 12 મે, સોમવારના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

MoneyControl Newsઅપડેટેડ May 12, 2025 પર 10:41 AM
Gujarat Weather Forecast: ગુજરાતમાં હજુ બે દિવસ વરસાદની આગાહી, 14 મે બાદ ગરમીનો પ્રકોપ વધશેGujarat Weather Forecast: ગુજરાતમાં હજુ બે દિવસ વરસાદની આગાહી, 14 મે બાદ ગરમીનો પ્રકોપ વધશે
ગુજરાતમાં ઉનાળાની ઋતુ હોવા છતાં ચોમાસા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

ગુજરાતમાં વરસાદની આગાહી: ગુજરાતમાં ઉનાળાની ઋતુ હોવા છતાં ચોમાસા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રવિવારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદે હાજરી પૂરાવી હતી. હવામાન વિભાગે આગામી બે દિવસ એટલે કે 12 અને 13 મે માટે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. જોકે, 14 મે બાદ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે, જેના કારણે ગરમીનો પ્રકોપ ફરી શરૂ થઈ શકે છે.

આજે કયાં વિસ્તારોમાં વરસાદની શક્યતા?

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 12 મે, સોમવારના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, મધ્ય ગુજરાતના ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ તેમજ દાદરા નગર હવેલીમાં પણ વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે.

13 મેની આગાહી

હવામાન વિભાગે જણાવ્યું છે કે 13 મે, મંગળવારના રોજ પણ ઉપરોક્ત તમામ વિસ્તારોમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. આ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે ખેડૂતો અને રહેવાસીઓને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

રવિવારે શું થયું?

બધા સમાચાર

+ વધુુ વાંચો