Get App

ગુજરાતમાં મેઘાનો મિજાજ: 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ, કલ્યાણપુરમાં 10.75 ઈંચ!

Gujarat Weather Forecast: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો, કલ્યાણપુરમાં 10.75 ઈંચ સાથે સૌથી વધુ મેઘવર્ષા. જાણો કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો અને આગામી ત્રણ દિવસનું રેડ એલર્ટ.

MoneyControl Newsઅપડેટેડ Aug 20, 2025 પર 10:26 AM
ગુજરાતમાં મેઘાનો મિજાજ: 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ, કલ્યાણપુરમાં 10.75 ઈંચ!ગુજરાતમાં મેઘાનો મિજાજ: 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ, કલ્યાણપુરમાં 10.75 ઈંચ!
અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, સ્થાનિક વહીવટીતંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Gujarat Weather Forecast: ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર જોર પકડ્યું છે. રાજ્યના 168 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદે હાજરી પૂરાવી છે, જેમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 10.75 ઈંચ વરસાદ નોંધાયો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ગાંધીનગરના આંકડા મુજબ, 19 ઓગસ્ટે સવારે 6 વાગ્યાથી 20 ઓગસ્ટે સવારે 6 વાગ્યા સુધીના સમયગાળામાં રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી અતિ ભારે વરસાદ નોંધાયો.

કયા તાલુકામાં કેટલો વરસાદ?

જિલ્લો

તાલુકો

વરસાદ (ઈંચમાં)

દેવભૂમિ દ્વારકા

કલ્યાણપુર

10.75

દેવભૂમિ દ્વારકા

દ્વારકા

6.02

પોરબંદર

પોરબંદર

3.94

જૂનાગઢ

માંગરોળ

3.74

ગીર સોમનાથ

સુત્રાપાડા

3.35

અમરેલી

ઝાફરાબાદ

3.07

ગીર સોમનાથ

ઉના

2.91

વલસાડ

ઉમરગામ

2.91

ગીર સોમનાથ

કોડિનાર

2.32

ગીર સોમનાથ

વેરાવળ

2.28

પોરબંદર

રાણાવાવ

2.24

કચ્છ

માંડવી

2.05

આ ઉપરાંત 133 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો, જેમાંથી 22 તાલુકામાં માત્ર 1-2 એમએમ વરસાદ જ નોંધાયો, જેને હાજરી તરીકે ગણવામાં આવે છે.

આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે 20 ઓગસ્ટથી આગામી ત્રણ દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને સ્થાનિક સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો