Haridwar Ardh Kumbh 2027: હરિદ્વારમાં 2027માં યોજાનાર અર્ધકુંભ મેળો ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. આ વખતે પહેલીવાર સાધુ-સંન્યાસીઓ અને વૈરાગી તેમજ ઉદાસીન અખાડાઓ 3 અમૃત સ્નાનમાં ભાગ લેશે. અખિલ ભારતીય અખાડા પરિષદે આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે અને અમૃત સ્નાનની તારીખો પણ જાહેર કરી દીધી છે. આ મેળો ધર્મ નગરી હરિદ્વારની શોભા વધારશે.

