Fake Medicines India: જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય નિયમિત દવાઓ લે છે, તો આ સમાચાર તમારે ખાસ વાંચવા જોઈએ. ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે દેશભરમાં વેચાતી દવાઓને લઈને એક લાલબત્તી સમાન એલર્ટ જાહેર કર્યું છે. તાજેતરમાં કરવામાં આવેલા ગુણવત્તાના ટેસ્ટમાં 167 દવાઓના સેમ્પલ ફેલ થયા છે, જે દર્દીઓના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.

