Heat Wave Alert: ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત સમગ્ર ઉત્તર ભારત આ દિવસોમાં આકરી ગરમીની ઝપેટમાં છે. કાળઝાળ ગરમી અને હીટ સ્ટ્રોકના કારણે યુપી અને બિહારમાં છેલ્લા ત્રણ દિવસમાં હીટ સ્ટ્રોકના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 100ને વટાવી ગઈ છે. યુપીના બલિયા જિલ્લામાં વધતા તાપમાન અને હીટ વેવને કારણે છેલ્લા 72 કલાકમાં 54 લોકોના મોત થયા છે. તે જ સમયે, પટનામાં છેલ્લા 24 કલાકમાં ગરમીના કારણે 35 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સિવાય મીડિયા રિપોર્ટ્સ અનુસાર બિહારના અન્ય જિલ્લાઓમાં પણ 9 લોકોના મોત થયા છે.