Mumbai heavy rains: મુંબઈના પોશ વિસ્તારોમાંથી એક એવા જુહુમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. ઘૂંટણ સુધીના પાણીથી રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અંધેરીમાં પણ સબવે સહિતના રસ્તાઓ પર જળભરાવ થયો છે. જોકે, મુંબઈની લોકલ ટ્રેન સેવા હજુ સુધી સામાન્ય રીતે ચાલી રહી છે અને તેના પર વરસાદની કોઈ ખાસ અસર થઈ નથી.