ટાટા ગ્રૂપની એરલાઈન કંપની એર ઈન્ડિયાએ તેના મુસાફરો માટે એક મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી છે. એર ઈન્ડિયાએ શુક્રવારે પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર આ જાણકારી આપી છે. એર ઈન્ડિયાએ મધ્ય પૂર્વમાં ચાલી રહેલી કટોકટી વચ્ચે તાત્કાલિક અસરથી ઈઝરાયેલના તેલ અવીવ જતી અને જતી તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. એર ઈન્ડિયાએ કહ્યું કે તેલ અવીવથી આવતી અને જતી તમામ ફ્લાઈટ્સ 8 ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવી છે.

