Get App

India AI Impact Expo 2026: ‘AI ટ્રાન્સફોર્મેશનમાં ભારત સૌથી આગળ', પીએમ મોદીએ દુનિયાને આપ્યું ખાસ આમંત્રણ

India AI Impact Expo 2026: પીએમ મોદીએ India AI Impact Expo 2026ની શરૂઆત કરતા ભારતને AI ક્ષેત્રે લીડર ગણાવ્યું. જાણો ભારત મંડપમમાં યોજાયેલી આ સમિટની ખાસ વાતો અને ભવિષ્યનું વિઝન.

MoneyControl Newsઅપડેટેડ Feb 16, 2026 પર 11:43 AM
India AI Impact Expo 2026: ‘AI ટ્રાન્સફોર્મેશનમાં ભારત સૌથી આગળ', પીએમ મોદીએ દુનિયાને આપ્યું ખાસ આમંત્રણIndia AI Impact Expo 2026: ‘AI ટ્રાન્સફોર્મેશનમાં ભારત સૌથી આગળ', પીએમ મોદીએ દુનિયાને આપ્યું ખાસ આમંત્રણ
India AI Impact Expo 2026: પીએમ મોદીએ India AI Impact Expo 2026ની શરૂઆત કરતા ભારતને AI ક્ષેત્રે લીડર ગણાવ્યું.

India AI Impact Expo 2026: સોમવારનો દિવસ ભારતના ટેકનોલોજી ક્ષેત્ર માટે ખુબ જ મહત્વનો બની રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના ભારત મંડપમ ખાતે 'India AI Impact Expo 2026' ના ઉદ્ઘાટન પ્રસંગે દેશની AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) યાત્રા અંગે મહત્વની વાત કરી છે. તેમણે કહ્યું કે, "આજે ભારત AI દ્વારા આવતા બદલાવોમાં દુનિયામાં સૌથી આગળ છે. અમારી પ્રગતિમાં જેટલી મહત્વાકાંક્ષા છે, એટલી જ જવાબદારી પણ દેખાય છે."

દુનિયાભરના દિગ્ગજો દિલ્હીમાં એકઠા થયા

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આજથી દિલ્હીમાં AI પર ચર્ચા કરવા માટે આખી દુનિયા એક સાથે આવી રહી છે. ભારત મંડપમમાં આજથી શરૂ થયેલી આ સમિટમાં દુનિયાભરના નેતાઓ, ઉદ્યોગ જગતના માંધાતાઓ, નવા સંશોધકો અને ટેકનોલોજીના જાણકારો ભાગ લઈ રહ્યા છે. પીએમ મોદીએ આ તમામ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

આ ઈવેન્ટ આજથી એટલે કે 16 ફેબ્રુઆરીથી શરૂ થઈને 20 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ દરમિયાન ‘India AI Impact Summit' નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

શું છે આ સમિટનો મુખ્ય હેતુ?

આ વખતની સમિટની થીમ બહુ ખાસ રાખવામાં આવી છે - ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય'. સાદી ભાષામાં કહીએ તો, ટેકનોલોજીનો ઉપયોગ બધાના કલ્યાણ અને ખુશી માટે થવો જોઈએ. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે અમારો ઉદ્દેશ્ય AI નો ઉપયોગ કરીને માનવ-કેન્દ્રિત પ્રગતિ કરવાનો છે.

આજે સ્વાસ્થ્ય, શિક્ષણ, ખેતીવાડી અને ઈન્ડસ્ટ્રી જેવા ક્ષેત્રોમાં AI ને કારણે જબરદસ્ત પરિવર્તન આવી રહ્યું છે. આ સમિટમાં નવા આઈડિયા, જવાબદારીપૂર્વક AI નો ઉપયોગ અને ગ્લોબલ પાર્ટનરશિપ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો