Get App

India-Bangladesh Energy Deal: સંબંધોમાં કડવાશ પણ વેપારમાં મિઠાશ! બાંગ્લાદેશે ભારત સાથે કરી 1,80,000 ટન ડીઝલની મોટી ડીલ

India-Bangladesh Energy Deal: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજકીય તણાવ હોવા છતાં, બાંગ્લાદેશે ભારત સાથે ડીઝલ ખરીદીનો મોટો કરાર કર્યો છે. જાણો 1,80,000 ટન ડીઝલ અને 'મૈત્રી પાઈપલાઈન' સાથે જોડાયેલી મહત્વની વિગતો આ અહેવાલમાં.

MoneyControl Newsઅપડેટેડ Jan 08, 2026 પર 11:10 AM
India-Bangladesh Energy Deal: સંબંધોમાં કડવાશ પણ વેપારમાં મિઠાશ! બાંગ્લાદેશે ભારત સાથે કરી 1,80,000 ટન ડીઝલની મોટી ડીલIndia-Bangladesh Energy Deal: સંબંધોમાં કડવાશ પણ વેપારમાં મિઠાશ! બાંગ્લાદેશે ભારત સાથે કરી 1,80,000 ટન ડીઝલની મોટી ડીલ
India-Bangladesh Energy Deal: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજકીય તણાવ હોવા છતાં, બાંગ્લાદેશે ભારત સાથે ડીઝલ ખરીદીનો મોટો કરાર કર્યો છે.

India-Bangladesh Energy Deal: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી રાજકીય માહોલ ગરમ છે. સીમા વિવાદ હોય કે પછી બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતા હુમલા, આ તમામ મુદ્દાઓને કારણે બંને દેશોના સંબંધોમાં થોડી ખટાશ જરૂર આવી છે. જોકે, કહેવાય છે ને કે ધંધો એ ધંધો છે. બરાબર એ જ રીતે, જ્યારે વાત દેશની ઊર્જા જરૂરિયાતની આવે છે, ત્યારે બાંગ્લાદેશ માટે ભારત આજે પણ સૌથી વિશ્વાસપાત્ર ભાગીદાર છે. આ વાતની સાબિતી આપતો એક મોટો નિર્ણય તાજેતરમાં બાંગ્લાદેશ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

1,80,000 ટન ડીઝલનો સોદો પાકો

બાંગ્લાદેશમાં ભલે સત્તા પલટો થયો હોય કે રાજકીય અસ્થિરતા હોય, પણ ઈંધણની જરૂરિયાત તો રહેવાની જ છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશન (BPC)એ ભારતની સરકારી કંપની નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ (NRL) સાથે હાથ મિલાવ્યા છે. મળતી માહિતી મુજબ, વર્ષ 2026 માટે બાંગ્લાદેશ ભારત પાસેથી કુલ 1,80,000 મેટ્રિક ટન ડીઝલ ખરીદશે.

સોદાની કિંમત અને ગણિત

આ ડીલ નાના-સુના રૂપિયામાં નથી થઈ. આ આયાત માટે બાંગ્લાદેશ અંદાજે 14.62 અબજ ટકા (બાંગ્લાદેશી કરન્સી) ખર્ચ કરશે, જે ભારતીય ડોલરના હિસાબે આશરે 119.13 મિલિયન ડોલર થાય છે.

ભાવ નક્કી કરવાની પદ્ધતિ પણ રસપ્રદ છે,

* બેઝ પ્રાઈસ: 83.22 ડોલર પ્રતિ બેરલ.

બધા સમાચાર

+ વધુુ વાંચો