Get App

US સાથેની ડીલમાં ભારતને બમ્પર લોટરી! ટેરિફ ઘટીને સીધું 18% થયું, ચીન અને પાકિસ્તાન જોતા રહી ગયા

India-US Trade Deal: ભારત માટે અમેરિકાથી આવ્યા મોટા સમાચાર! US એ ભારતીય સામાન પર ટેરિફ ઘટાડીને 18% કરી દીધું છે. આ નિર્ણયથી ચીન અને પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. જાણો મોદી-ટ્રમ્પ વચ્ચે શું મોટી ડીલ થઈ છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 03, 2026 પર 10:26 AM
US સાથેની ડીલમાં ભારતને બમ્પર લોટરી! ટેરિફ ઘટીને સીધું 18% થયું, ચીન અને પાકિસ્તાન જોતા રહી ગયાUS સાથેની ડીલમાં ભારતને બમ્પર લોટરી! ટેરિફ ઘટીને સીધું 18% થયું, ચીન અને પાકિસ્તાન જોતા રહી ગયા
India-US Trade Deal: ભારત માટે અમેરિકાથી આવ્યા મોટા સમાચાર!

India-US Trade Deal: ભારત જે ઘડીની લાંબા સમયથી રાહ જોઈ રહ્યું હતું, તે આખરે આવી ગઈ છે. અમેરિકા સાથેના વેપાર સંબંધોમાં ભારતે એક મોટી જીત હાંસલ કરી છે. અમેરિકાએ ભારતને એકસાથે 'ડબલ ગુડ ન્યૂઝ' આપી છે, જેના કારણે ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશોના પેટમાં તેલ રેડાયું છે. અમેરિકાએ ભારતીય પ્રોડક્ટ્સ પર લાગતા ટેરિફ (આયાત શુલ્ક) માં મોટો ઘટાડો કરીને તેને માત્ર 18% કરી દીધું છે. આ ઘટાડાને કારણે હવે ભારતીય વસ્તુઓ અમેરિકન માર્કેટમાં સસ્તી થશે અને નિકાસમાં મોટો ઉછાળો આવશે.

આવો જાણીએ કે આખરે આ ડીલ શું છે અને ભારતને તેમાં કેવી રીતે ડબલ ફાયદો થયો છે.

ભારતને કેવી રીતે મળી ‘ડબલ ખુશખબર'?

સરળ ભાષામાં સમજીએ તો, સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર મહત્વની વાતચીત થઈ હતી. આ વાતચીત બાદ બે મોટા નિર્ણયો લેવાયા:

વધારાનો ટેરિફ નાબૂદ: રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ અમેરિકાએ ભારત પર 25% વધારાનો (પેનલ્ટી) ટેરિફ લગાડ્યો હતો. હવે આ ટેરિફ સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યો છે.

બેઝિક ટેરિફમાં ઘટાડો: ભારત પર પહેલા 25% બેઝિક ટેરિફ લાગતું હતું, જેને હવે ઘટાડીને 18% કરી દેવામાં આવ્યું છે.

આમ, કુલ મળીને ભારતીય સામાન પર હવે અમેરિકામાં માત્ર 18% ટેક્સ લાગશે, જે પહેલા 50% સુધી પહોંચી ગયો હતો. આ નિર્ણયથી 'મેડ ઇન ઇન્ડિયા' પ્રોડક્ટ્સને વૈશ્વિક બજારમાં મોટો ફાયદો થશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો