America's accusation against India: અમેરિકી વિત્ત મંત્રી સ્કોટ બેસેન્ટે ભારત પર આરોપ લગાવ્યો છે કે ભારત-અમેરિકા ટ્રેડ ડીલની વાતચીતમાં ભારત ઢીલું વલણ અપનાવી રહ્યું છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લગાવવાની ધમકી આપી હતી, જેનું કારણ ભારતનું રશિયા પાસેથી તેલ ખરીદવાનું ગણાવ્યું છે. ટ્રમ્પે જણાવ્યું કે ભારત રશિયાનું સૌથી મોટું કે બીજા નંબરનું તેલ ખરીદનાર છે, અને આ ટેરિફથી રશિયન અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે.