India-US Trade War: ભારત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ સામે મોટો પલટવાર કરવાની તૈયારીમાં છે. અમેરિકાએ ભારતીય સ્ટીલ, એલ્યુમિનિયમ અને સંબંધિત પ્રોડક્ટ્સ પર 50% ટેરિફ લગાવ્યા બાદ ભારત હવે સિલેક્ટેડ અમેરિકન ચીજવસ્તુઓ પર રિટેલિયેટરી ટેરિફ લગાવવાનું વિચારી રહ્યું છે. એક અહેવાલ મુજબ આ પગલું ટ્રમ્પની 31 જુલાઇની ઘોષણા બાદ ભારતની પ્રથમ ઔપચારિક જવાબી કાર્યવાહી હશે, જેમાં તેમણે ભારતીય ચીજવસ્તુઓ પર 25% ટેરિફ લગાવવાની વાત કરી હતી, અને 6 ઓગસ્ટે રશિયન તેલની ખરીદીને લઈને વધુ દંડની જાહેરાત કરી હતી.

